Connect Gujarat
ગુજરાત

મહેસાણા : ઉંઝા એપીએમસીની વડાપ્રધાનને ભેટ, 25 હજાર વૃક્ષો વાવી તેનું કરાશે જતન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ, એપીએમસી દ્વારા 25,000 વૃક્ષોનું કરાશે વાવેતર.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્યાવરણ સાથે ખુબ લગાવ છે ત્યારે મહેસાણાની ઉંઝા એપીએમસી તરફથી વડાપ્રધાનને તેમના જન્મદિવસે અનોખી ભેટ અપાઇ હતી.

મહેસાણામાં આવેલી ઉંઝા એપીએમસીને એશિયાની સૌથી મોટી એપીએમસી ગણવામાં આવે છે. ઉંઝા એપીએમસી દ્વારા વડાપ્રધાન મોદીના જન્મ દિવસના અવસરે વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

એપીએમસીનાચેરમેન દિનેશ પટેલ અને ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલની હાજરીમાં દાસજ રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ટ્રીગાર્ડ સાથે આશરે 25 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત આ વૃક્ષોનું બે વર્ષ સુધી જતન કરવાનો પણ સંકલ્પ લેવાયો છે.

Next Story