ગુજરાતમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ જાહેર,બે દિવસ માવઠું પાડવાની શકતા

ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

New Update
a

ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે હવામાન વિભાગે આગામી28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબરાજ્યમાં ગુરુવારે કચ્છગીર સોમનાથઅમરેલીભાવનગર બનાસકાંઠાસાબરકાંઠાઅરવલ્લીમહીસાગરપંચમહાલદાહોદછોટાઉદેપુરનર્મદાતાપીડાંગવલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં તારીખ27 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરાછોટાઉદેપુરભરૂચનર્મદાસુરતતાપીનવસારીડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના રાજકોટજૂનાગઢઅમરેલીભાવનગરગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાસાબરકાંઠાઅરવલ્લી જિલ્લા સહિત મહિસાગરદાહોદપંચમહાલઆણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

તારીખ27 ડિસેમ્બરે રાજ્યમાં ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં છોટાઉદેપુરનર્મદાતાપીડાંગ જિલ્લામાં મેઘગર્જનાની સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. 

28 ડિસેમ્બરે રાજ્યના અમરેલીભાવનગરછોટઉદેપુરનર્મદા,તાપી,ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.