સુરેન્દ્રનગર : લીંબડીમાં રૂ.6.11 કરોડના ખર્ચે તૈયાર થનાર અત્યાધુનિક એસ.ટી.ડેપો વર્કશોપનું મંત્રી દર્શના વાઘેલાના હસ્તે ખાતમુહર્ત

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શન વાઘેલાના હસ્તે અત્યાધુનિક એસ.ટી.ડેપો વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
  • લીંબડીમાં  એસ.ટી. ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત

  • રાજ્યના મંત્રીના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

  • શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

  • રૂ.6.11 કરોડના ખર્ચે આધુનિક ડેપો નિર્માણ પામશે

  • વિદ્યાર્થીઓ અને મુસાફરોને મળશે સુવિધાનો લાભ

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના વરદહસ્તે લીંબડી ખાતે રૂ.6.11 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક એસ.ટી. ડેપો અને વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ તકતીનું અનાવરણ કરી વિકાસકાર્યનો શુભારંભ કરાવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રૂ.6.11 કરોડના ખર્ચે એસ.ટી.બસ ડેપો અને વર્કશોપના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શન વાઘેલાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી દર્શન વાઘેલાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસ.ટી.નિગમનો કાયાકલ્પ થઈ રહ્યો છે,જેનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને મુસાફરોને મળી રહ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લીંબડીએ ભૌગોલિક દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન લીંબડીના વિકાસમાં વધુ એક નવું છોગું ઉમેરાયું છે. 100 કિમીની ત્રિજ્યામાં કોઈ સુસજ્જ વર્કશોપ ન હોવાથીહવે આ વિસ્તારની બસોના મેઈન્ટેનન્સ અને જાળવણી માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે.

લીંબડી ડેપોના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ ચંદુ શિહોરા,ધારાસભ્ય કિરીટસિંહ રાણા,રામકૃષ્ણ મિશનના સ્વામી પ્રફુલકુમાર સ્વામીપાલિકા પ્રમુખ રઘુ પટેલતાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણાઅગ્રણી શંકર દલવાડી સહિતનાં જિલ્લા- તાલુકા પંચાયતના પદાધિકારીઓપ્રાંત અધિકારી  કુલદીપ દેસાઈનાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના અધિકારીઓ તેમજ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓકર્મચારીઓનગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories