New Update
દાહોદ દુષ્કર્મ પ્રયાસ અને હત્યાનો મામલો
શાળાના આચાર્યએ બાળકીની કરી હતી હત્યા
પરિવાર માસુમ પુત્રીને ગુમાવતા બન્યો શોકમગ્ન
MLA ચૈતર વસાવાએ પરિવારની લીધી મુલાકાત
ચૈતર વસાવાએ પરિવારને પાઠવી સાંત્વના
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ બાળા સાથે આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી,આ ઘટનામાં બાળકીને ગુમાવનાર પરિવારને મળીને ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંત્વના પાઠવી હતી.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,જોકે આચાર્યની ગંદી હરકતનો બાળાએ પ્રતિકાર કરતા નરાધમે બાળકીની હત્યા કરી હતી,આ ચકચારી ઘટનામાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી હતી,પરંતુ ફૂલ સમાન માસુમ દીકરીને ગુમાવનાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે,ત્યારે આ પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારની મુલાકાત લીધી હતી,અને મૃતક બાળાને શ્રદ્ધાંજલિ અર્પી હતી,અને પરિવારને સાંત્વના પાઠવી હતી.MLA ચૈતર વસાવા સાથે નરેશ બારીયા દેવેન્દ્રભાઈ મેડા,રાકેશ બારીયા સહિત અન્ય આમ આદમી પાર્ટીના જિલ્લાના નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
Latest Stories