દાહોદ: માસુમ પુત્રીને શ્રદ્ધાંજલિ અને પરિવારને સાંત્વના આપતા MLA ચૈતર વસાવા

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ બાળા સાથે  આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી,

New Update

દાહોદ દુષ્કર્મ પ્રયાસ અને હત્યાનો મામલો 

શાળાના આચાર્યએ બાળકીની કરી હતી હત્યા 

પરિવાર માસુમ પુત્રીને ગુમાવતા બન્યો શોકમગ્ન 

MLA  ચૈતર વસાવાએ પરિવારની લીધી મુલાકાત 

ચૈતર વસાવાએ પરિવારને પાઠવી સાંત્વના 

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ બાળા સાથે  આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી,આ ઘટનામાં બાળકીને ગુમાવનાર પરિવારને મળીને ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંત્વના પાઠવી હતી.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,જોકે આચાર્યની ગંદી હરકતનો બાળાએ પ્રતિકાર કરતા નરાધમે બાળકીની હત્યા કરી હતી,આ ચકચારી ઘટનામાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી હતી,પરંતુ ફૂલ સમાન માસુમ દીકરીને ગુમાવનાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે,ત્યારે આ પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારની મુલાકાત લીધી હતી,અને મૃતક બાળાને શ્રદ્ધાંજલિ અર્પી હતી,અને પરિવારને સાંત્વના પાઠવી હતી.MLA  ચૈતર વસાવા સાથે નરેશ બારીયા દેવેન્દ્રભાઈ મેડા,રાકેશ બારીયા સહિત અન્ય આમ આદમી પાર્ટીના જિલ્લાના નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.   
#Gujarat #CGNews #Chaitar Vasava #Dahod #Murder Case #minor girl #AAP MLA Chaitar Vasava
Here are a few more articles:
Read the Next Article