MLA ચૈતર વસાવાએ છોટાઉદેપુરના તુરખેડા ગામની લીધી મુલાકાત, માર્ગના અભાવે સગર્ભાનું નિપજ્યું હતું મોત

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી ત્યાર બાદ ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.

New Update
a

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી ત્યાર બાદ ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તુરખેડા ગામે રોડ- રસ્તા ન હોવાના કારણે, આરોગ્યની સુવિધાન હોવાને કારણે સગર્ભાને ઝોળીમાં નાખી દવાખાને લઇ જતા હતા ત્યારે, ઈમરજન્સી સારવાર ન મળતા, મહિલા અડધે રસ્તે જ મૃત્યુ પામી હતી ત્યારે અમે ઘણા દુઃખી છે  આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક, શરમજનક, હ્રુદયદ્રાવક ઘટના છે. 
આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે જે ખુબજ શરમજનક ઘટના છે. અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ, એજ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધ માં વિસ્થાપિત થયા છે.
સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે. મહિલા સશક્તિકરણની વાતો કરે છે. સમાનતાની વાત થાય છે ત્યારે અગાઉ પણ આ રીતે ત્રણ લોકોનું મૃત્ય થયું છે. જે ખુબજ શરમજનક ઘટના છે ત્યારે રોડ-રસ્તાની સુવિધાઓ સરકાર આ જ વર્ષે કરી આપે એવી અમારી માંગણી રહેશે. જો સરકાર સુવિધાઓ ન કરી આપે તો જલદ આંદોલનની ચીમકી ચૈતર વસાવાએ ઉચ્ચારી છે
Latest Stories