Connect Gujarat
ગુજરાત

મેઘરાજાનું પુનરાગમન : રાજ્યભરમાં આજથી વરસાદનો બીજો તબક્કો શરૂ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી...

X

રાજ્યભરમાં આજથી વરસાદનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જતા ઠેર ઠેર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી પાણી ભરાવા સાથે વ્રુક્ષો ધરાશાયી તેમજ વીજળી ડુલ થવાની સમસ્યા સર્જાય હતી, ત્યારે હવે ગુજરાતમાં આજથી વરસાદનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લામાં દીવ, દાદરા-નગર હવેલીમાં સોમવાર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ દરમિયાન ગત ગુરુવારે રાજ્યના 120 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ પુનરાગમન કર્યુ હતું. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, સોમવાર સુધીમાં રાજ્યભરમાં 40.46 હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે આ જ સમયગાળામાં 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં 10 લાખ હેક્ટરનો વધારો થયો છે.

Next Story