બરસો રે મેઘા:રાજ્યમાં જામ્યું ચોમાસુ, 24 ક્લાકમાં વલસાડના ઉમરગામમાં 7 અને વાપીમાં 6 ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વલસાડના ઉમરગામમાં 24 ક્લાકમાં 7 તો વાપીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

New Update
બરસો રે મેઘા:રાજ્યમાં જામ્યું ચોમાસુ, 24 ક્લાકમાં વલસાડના ઉમરગામમાં 7 અને વાપીમાં 6 ઇંચ વરસાદ

લાંબા સમયના વિરામ બાદ ફરીએકવાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વલસાડના ઉમરગામમાં 24 ક્લાકમાં 7 તો વાપીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો

રાજ્યમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી બાદ મેઘારાજાની પધરામણી થઈ છે અને મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ વરસ્યો હતો.વલસાડ જિલ્લાના ઉમરગામમાં 7 ઇંચ તો વાપીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે નદી નાળા છલકાયા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ તરફ ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.

Latest Stories