મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર બનેલી આ હચમચાવી નાખે તેવી ઘટના માં ભાજપ સાંસદ મોહન કુંડારિયા 12 સંબંધીઓના મોત પણ થયા છે. તો બીજીબાજુ મૃત્યાંક ઝડપથી વધી રહ્યો છે. ઘટનાસ્થળે થલ સેના, વાયુ સેના, નૌસેના અને NDRFની ટીમો રેસ્ક્યૂ માં લાગી ગઈ છે.ભાજપના સાંસદ મોહન કુંડારિયા ના કહેવા મુજબ આ દુર્ઘટનામાં મારી બહેનના જેઠ એટલે કે, મારા બનેવીના ભાઈની 4 દિકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ખોઈ દીધા છે. જે અત્યંત દુઃખદ છે.રાજકોટના સાંસદ મોહન ભાઈએ કહ્યું કે આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. હું કાલ સાંજનો અહીં જ છું પુલ ખોલવાની પરમિશન ન લેવા મામલા પર તેમણે કહ્યું કે, અહીં કોઈ અધિકારી હાજર નથી. જેમની ભૂલ હશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. મોહન કુંડારિયાએ કહ્યું કે, આ દુર્ઘટનાની સચ્ચાઈ 100 ટકા સામે આવશે, કારણ કે આ દુર્ઘટના પર પીએમ મોદી પણ સતત નજર રાખી રહ્યા છે. આખી રાત ફોન પર તેઓ જાણકારી લેતા રહ્યા છે.
મોરબી દુર્ઘટના: ભાજપ સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓના મોત
મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.
New Update
Latest Stories