Connect Gujarat
ગુજરાત

મોરબી દુર્ઘટના: હાઈકોર્ટે ઓરેવાના MD જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવા કર્યો આદેશ

ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી

મોરબી દુર્ઘટના: હાઈકોર્ટે ઓરેવાના MD જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવા કર્યો આદેશ
X

ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવાના આદેશ કર્યા છે તો ઇજાગ્રસ્તને 2 લાખ ચૂકવવા હુકમ કર્યો છે.દિવાળી બાદ બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર આજે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ વાત કરતા ન્યાય મળે એવી આશા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ આંસુભરી આંખે ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી હતી. મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લપડાક મારતાં ગુજરાત હાઈકોર્ટે અણિયારા પ્રશ્નો કર્યા છે. ગત 30 ઓક્ટોબરે ઝૂલતા પુલની દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોતમાં સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે "શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું?

Next Story