Connect Gujarat
ગુજરાત

મોરબી દુર્ઘટના: ઓરેવા ગ્રુપની ઓફિસ પર પોલીસના દરોડા,દસ્તાવેજો કબજે

જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે

મોરબી દુર્ઘટના: ઓરેવા ગ્રુપની ઓફિસ પર પોલીસના દરોડા,દસ્તાવેજો કબજે
X

ગત રવિવાર 30 તારીખે મોરબીમાં બનેલી ગોઝારી ઘટના બાદ મોરબી પોલીસ હરકતમાં આવી છે. મોરબી પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલના ફાર્મ હાઉસ, ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. જોકે, જયસુખ પટેલ ફરાર હોવાના કારણે ટેકનિકલ સેલની ટીમે પણ કામે લગાડવામાં આવી હતી.

ટેકનિકલ ટીમ દ્વારા જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે. તો બીજી બાજુ જયસુખ પટેલના ફાર્મ હાઉસ ઓફિસ અને ઘર પર દરોડા દરમિયાન સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. જયસુખ પટેલ ના ઓફિસમાંથી અનેક દસ્તાવેજી પુરાવો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

ઓરેવા ગ્રુપ દ્વારા ધાંગધ્રા ની દેવ પ્રકાશ ફેબ્રિકેશન જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ત્યાં પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.દરોડા દરમિયાન ચોકાવનારી હકીકતો છે તે સામે આવી છે. ધાંગધ્રા ની દેવ પ્રકાશ ફેબ્રિકેશન એક નાના એવા મકાનના ઉપરના ભાગમાં નાના એવા રૂમમાં આ કંપની ચાલતી હોવાની વિગતો સામે આવી છે.

જો ક્યાંય પણ ફેબ્રિકેશન નું કામ કરવાનું હોય તો માત્ર નાની એવી પેટીની અંદર જ પોતાનો સામાન ફીટ કરી અને જતી હોય છે એટલે ચોકાવનારી વિગતો એ કહી શકાય કે આટલું મોટું કામ અને માત્ર નાના નાના પેટીની અંદર જ સાધન સામગ્રીઓ પેક કરીને પોતાનું કામ કરવા પહોંચતી હતી. એટલે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે ફેબ્રિકેશનનું કામ કરતી કંપની માત્ર જે રીતે FSLના રિપોર્ટ આવ્યો છે કે તેઓ પગથિયા બદલાવાનું જ કામ આપવામાં આવ્યું હતું અને તે આ ફેબ્રિકેશન કંપનીએ બદલ્યા હતા.

Next Story