ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

New Update
  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર

  • ડેમમાં 53 ટકાથી વધુનો પાણી ઉપલબ્ધ

  • 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ

  • રાજ્યમાં પાણીની અછત નહી સર્જાય તેવો દાવો

  • નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે 

ગુજરાતમાં ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છેજ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કેતારીખ 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81  ટકા જળ સંગ્રહ હતો. તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહદક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકાસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી  બાવળીયા તેમજ  રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં  સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનનલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે.

Read the Next Article

સુરત : નકલી વકીલ અને જેલરના નામે આરોપીના સગા પાસેથી રૂપિયા ઉલેચતો ભેજાબાજ ઝડપાયો...

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જેલના જેલર તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા ઉલેચનાર આરોપીની અમદાવાદ LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • નકલી પોલીસ બાદ હવે નકલી જેલર ઝડપાયો

  • જેલરની ઓળખ આપી બ્લેકમેઈલીંગનો મામલો

  • કેસમાં ફસાયેલ આરોપીની પત્નીને કર્યો હતો ફોન

  • જેલમાં સુવિધા આપવાનું કહી પડાવ્યા હતા પૈસા

  • અમદાવાદ LCB પોલીસે ભેજાબાજની ધરપકડ કરી

અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતો ભેજાબાજ રાજેશ ત્રિવેદી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે TVમાં પ્રસારિત થયેલા ક્રાઈમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા-સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો. જેમાં આરોપીની પત્નીને ફોન કરી તેના પાસેથી જેલમાં સુવિધાના નામે 15 હજાર રૂપિયા ઉલેચવામાં આવ્યા હતા.

અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને આરોપી ઓનલાઇન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. એટલું જ નહીંસુરત લાજપોર જેલના જેલરના નામે રૂપિયા માંગતો ઓડિયો વાયરલ થતાં સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતોત્યારે અમદાવાદ LCB પોલીસે બાતમીના આધારે રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી અલગ અલગ 6 જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના ATM સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ અમદાવાદ LCB પોલીસે આરોપીને સુરત પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.