કચ્છ : મુંબઇ અને ભુજ વચ્ચે વિમાની સેવા અનિયમિત, વડાપ્રધાન કાર્યાલયને કરાય ફરિયાદ

ભુજ અને મુંબઇ વચ્ચે માત્ર એક ફલાઇટનું સંચાલન, અમદાવાદ એરપોર્ટ સુધી લાંબા થવાની પડતી ફરજ.

New Update
કચ્છ : મુંબઇ અને ભુજ વચ્ચે વિમાની સેવા અનિયમિત, વડાપ્રધાન કાર્યાલયને કરાય ફરિયાદ

રાજયના સૌથી મોટા જિલ્લા કચ્છમાં હવાઇ સેવાના ધાંધિયાથી મુંબઇ તેમજ અન્ય શહેરોમાં જવા માટે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ બાબતે કોંગ્રેસના અગ્રણીએ વડાપ્રધાન સહિત સંલગ્ન વિભાગોમાં પત્ર લખી ફરિયાદ કરી છે.

કોરોનાની મહામારીની સૌથી વધારે અસર ઉડ્ડયન ક્ષેત્રમાં જોવા મળી રહી છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ કરવામાં આવી છે. કોરોનાનો વાવર હવે ઓછો થયો છે ત્યારે અમુક ફલાઇટોના સંચાલન માટે છુટછાટ આપવામાં આવી છે. વિમાની સેવા શરૂ થઇ ચુકી છે પણ કચ્છમાં વિમાની સેવાના ધાંધિયા હોવાની ફરિયાદ ઉઠી છે.

અમદાવાદ એરપોર્ટ સુધી લાંબા થવાની પડતી ફરજકચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો ભુજ એરપોર્ટ પરથી વિમાની સેવા મર્યાદિત હોવાથી મુસાફરોને વધારે ભાડા ચુકવવાની ફરજ પડી રહી છે. હાલ મુંબઇ અને ભુજ વચ્ચે દિવસમાં માત્ર એક જ ફલાઇટનું સંચાલન કરવામાં આવી રહયું છે. પશ્ચિમ કચ્છમાં મોટાભાગના ગામોના લોકો મુંબઇ તથા વિદેશોમાં સ્થાયી થયેલાં છે. ભુજથી મુંબઇ વચ્ચેની વિમાની સેવા અવારનવાર ચાલુ બંધ થતી હોવાથી પ્રવાસીઓને મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સુધી ટ્રેન અથવા બસ માર્ગે આવવું પડે છે જેને લઈને સમય પણ વેડફાય છે. ભુજ એરપોર્ટ ખાતે વિમાની સેવાઓ વધારવા તથા સેવાઓ નિયમિત કરવા બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અરજણ ભુડિયાએ વડાપ્રધાન તથા અન્ય સંલગ્ન વિભાગોમાં રજુઆત કરી છે.

Latest Stories