દામનગરમાં પ્રેસંબંધનો કરૂણ અંજામ
પ્રેમીના ભાઈની હત્યા કરતા પ્રેમિકાના પરિવારજનો
પ્રેમી યુવકને માર મારતા થયો ઈજાગ્રસ્ત
યુવતીની માતાને પણ પહોંચી ઇજા
માતા પિતા સહિત ત્રણ આરોપીની ધરપકડ
અમરેલીના દામનગરના ચભાડીયા ગામે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો હતો.અને પ્રેમિકાના માતા પિતા અને ભાઈએ પ્રેમીના ભાઈની નિર્મમ હત્યા કરી હતી, જ્યારે સામે પક્ષે પ્રેમિકાની માતાને પણ માથાના ભાગે ઇજાઓ થઈ હતી.પોલીસે પ્રેમિકાના માતા પિતા અને સગીર યુવકની ધરપકડ કરી હતી.
અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી હતી.જેના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. રવિ નામના યુવકને આરોપીની દીકરી સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધનો આરોપી પરિવાર વિરોધ કરતો હતો. આ મનદુઃખના કારણે આરોપીઓએ રવિને ધોકા વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યો હતો.ત્યારબાદ, આરોપીઓએ રવિના ભાઈ મનીષને પકડી રાખી છરીના ઘા ઝીંક્યા હતા. છરીનો ઊંડો ઘા વાગવાના કારણે તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
આ મામલે રવિએ દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુર્ગાબેન માંડવીયા, તુલસીભાઈ માંડવીયા સહિત ત્રણ લોકો સામે આરોપ મૂકવામાં આવ્યો છે.અને પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.