/connect-gujarat/media/post_banners/f2ad04c197ea2ab5b369998e3ba9f9932b46dc541deae34e4049b9e61c36892c.jpg)
નર્મદા જિલ્લામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડીગ્રીના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની અંદર આરોગ્યની સેવાઓ ઘણા વિસ્તારમાં ઓછી હોય છે. જેના લાભ લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર દેવમોગરા ગામ પાસે નાલાકુંડ ગામ ખાતે એક બોગસ ડોક્ટર દિબાકાર બીસ્વાસ પોતાની હાટડીઓ ખોલીને પોતે ડોક્ટરની ડિગ્રી ધરાવતો ના હોવા છતાં સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોય ત્યારે નર્મદા જિલ્લાના એસ.પી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસે આરોગ્ય વિભાગની ટીમ ડોક્ટરોને સાથે રાખીને સાગબારા તાલુકાના દેવમોગરા નજીક દિબાંકર વિશ્વાસ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. આ બોગસ ડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.તેની પાસે ડોક્ટરની ડીગ્રી ન હતી અને જે ડિગ્રી હતી તે બોગસ હોવાનું બહાર આવ્યું છે