Connect Gujarat
ગુજરાત

નર્મદા : એકતાનગર ખાતે વિશાળ જનમેદની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરશે

એકતાનગર સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મોટી જનમેદની અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

X

નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મોટી જનમેદની અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

21 જૂનના દિવસે યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ યોગ દિવસે ગુજરાતમાં પસંદ કરાયેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગર નો પણ સમાવેશ કરાયો છે. એકતાનગર ખાતે વિશાળ સંખ્યામાં સાધકો યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ કેવડિયા ખાતે બનાવવા આવી છે ત્યારે વિશ્વ યોગદિન ની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાવાની છે જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આ યોગ શિબિર માં ઉપસ્થિત રહશે,અને પ્રવાસીઓ સાથે સાધુ સંતો પણ આ યોગ શિબિર માં જોડાશે,ત્યારે આરોગ્ય મંત્રી એ પણ લોકો ને આ યોગમાં જોડાવવા અપીલ કરી કારણકે સરદાર વલ્લભભાઈ પટેલે પણ 562 રિયાસત એક કરી દેશને જોડવાનું કામ કર્યું હતું જેથી એ લોકોને યોગ દિવસની ઉજવણીમાં જોડાય સહભાગી બનવા માટે લોકોને અપીલ કરી છે.

Next Story