Connect Gujarat
ગુજરાત

નર્મદા : SOU ખાતે આદિવાસીઓ માટે આદિબજારનું આયોજન, 100થી વધુ સ્ટોલ ઉભા કરાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનનું આયોજન કરાયું

X

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનનું આયોજન કરાયું જેમાં 100થી વધુ સ્ટોલ ખુલ્લા મુકાયા..

વિશ્વ પ્રખ્યાત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે આદિવાસી સંસ્કૃતિની ઉજવણી એકતા નગર ખાતે કરવામાં આવી. જિલ્લો મુખ્યત્વે આદિવાસી બહુલ્ય ધરાવે છે અને આદિવાસીઓની કલાને ઉજાગર કરવા ખાસ ભવ્ય પ્રદર્શન પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.આદિબજાર 26મી માર્ચથી શરૂ થઈ અને 5મી એપ્રિલ સુધી એમ 11 દિવસ સુધી યોજાનાર છે . ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા બજારના વાઇબ્રન્ટ પ્રદર્શનમાં 100થી વધુ સ્ટોલ છે અને તે દેશભરના 10થી વધુ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આદિ બજારનું ઉદ્દઘાટન ટ્રાઇફેડ ચેરમેન રામસિંહ રાઠવા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું.

Next Story