નર્મદા : SOU ખાતે કોરોનાની દહેશત વચ્ચે પ્રવાસીઓ લાપરવાહ, નિયમોનું પાલન કરાવવા તંત્ર સજ્જ..

31st ડિસેમ્બરે SOU ખાતે ઉમટ્યા હજારો પ્રવાસી કોરોનાની દહેશત વચ્ચે લાપરવાહ બન્યા પ્રવાસી

New Update
નર્મદા : SOU ખાતે કોરોનાની દહેશત વચ્ચે પ્રવાસીઓ લાપરવાહ, નિયમોનું પાલન કરાવવા તંત્ર સજ્જ..

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના તેમજ એમિક્રોનનો દહેશતનો માહોલ છે, રાજ્યમાં છેલ્લા 24 કલ્લાકમાં એમિક્રોનના 19 કેશ અને કોરોનાના 548 કેશ નોંધાયા છે, સરકારે હજી સુધી કોરોનાની ત્રીજી લહેર જાહેર નથી કરી પરંતુ મોટા શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકતા હાલ પ્રવશીઓ નવા વર્ષની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા છે, પરંતુ લોકોએ જાતે પરિસ્થિતિ સમજી કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા ઘણા પ્રવશીઓ કોરોનાને ભૂલી લાપરવાહ દેખાય રહ્યા હતા,

જોકે કોરોના ગાઈડ લાઈનનું પૂરતું પાલન થાય તે માટેની તમામ તૈયારીઓથી સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે, પરંતુ ઘણા પ્રવાસીઓ બેપરવાહ દેખાય રહ્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા સતત માઇક દ્વારા સૂચનો અપાઈ રહ્યા છે, સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર નો સતત પ્રવશીઓ ઉપયોગ કરે તેવી ફરજ પાડવામાં આવી રહી છે. છતાં પણ પ્રવસીઓ નવા વર્ષની ઉજવણીમાં કોરોનાનો ખોફ ભૂલી લાપરવાહ દેખાય રહ્યા હતા.