/connect-gujarat/media/post_banners/8a4d5398c9461dd78a6d45912a8aecd3ecec593860da4db65dda415b871604d0.jpg)
નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજપીપળામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી તો સાથે જ તેઓએ હાર્દિક પટેલ અંગે પણ મહત્વનુ નિવેદન આપ્યું હતું
નર્મદા જિલ્લાની મુલાકતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા હતા.રાજપીપલામાં આવતા પ્રથમ દિવ્ય યોગી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં ભવ્ય રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલી આગળ વધી રહી છે ત્યારે રેલી રાજપીપલા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે પહોંચતા સી.આર.પાટીલે પ્રસ્થાન કરાવ્યુ હતું. સાથે જ તેઓએ જાતે પણ બાઇક ચલાવી હતી.
આ પ્રસંગે તેઓએ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપ સરકારના નિર્ણયોની પ્રશંશા બાબતે જણાવ્યુ હતું કે આવી પ્રશંસા કોંગ્રેસના કેટલાય નેતા કરવા માંગે છે, પણ હિંમત કરતા નથી હાર્દિકે હિંમત કરી છે. એમ કહી હાર્દિકની હિંમતની દાદ સી આર.પાટીલે આપી હતી.