નર્મદા : બિગ બજેટ ફિલ્મ RRRના કિરદારોએ SOU ખાતે કર્યું ફિલ્મનું પ્રમોશન…

ફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા

New Update
નર્મદા : બિગ બજેટ ફિલ્મ RRRના કિરદારોએ SOU ખાતે કર્યું ફિલ્મનું પ્રમોશન…

સાઉથ અને બોલિવુડની બિગ બજેટ ફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ પોતાની ફિલ્મ RRRનું લોકોની વચ્ચે જઈ પ્રમોશન કર્યું હતું.

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR તેમજ સુપરસ્ટાર રામચરણ સાથે RRR ફિલ્મના ડાયરેકટર એસ.એસ.રાજામોલી ફિલ્મના પ્રમોશન માટે આવી પહોચ્યા હતા. તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ SOUના પાર્કિંગ સ્થળે ફિલ્મના પ્રમોશન માટે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ફિલ્મના પ્રમોશન માટે કલાકારોને આવતા જોઈ મોટી સંખ્યામાં તેઓના ફેન તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. RRR ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલીએ જણાવ્યુ હતું કે, અમને આજે આંધ્ર અને તેલંગાણા જેવું સમર્થન મળી રહ્યું છે. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર હાલ મુદ્દો ગરમાયો છે, જે બાબતે એસ.એસ.રાજમોલીએ ફિલ્મને સારી ગણાવી છે. સાથે જ તેઓએ RRR ફિલ્મના જે પણ કિરદાર છે, તે સરદાર વલ્લભભાઈ પટેલથી પ્રેરિત હોવાનું જણાવ્યુ હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોઈ પ્રભાવિત થયેલ એસ.એસ.રાજામોલીએ, જો કદાચ સરદાર પટેલ પર મુવી બનાવવાનો મોકો મળશે તો, બહુ મોટી જવાબદારી સાથે મુવી બનાવવા અંગે પણ વાત કટી હતી.

જોકે, સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR અને રામચરણે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાની ખૂબ ખુશ થયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, માથું ઉઠાવીને જીવો અને અમારી RRR ફિલ્મનો ઉદ્દેશ પણ એજ હોવાનું અભિનેતાઓએ જણાવ્યુ હતું. સાથે જ સાઉથ સુપર સ્ટાર રામચરણે પણ પોતાની ફિલ્મ RRRમાં ભજવેલ પાત્ર સમાન પહેલાના આયર્ન મેન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નજીકથી જોઈ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમારી આવનારી RRR ફિલ્મ સાઉથની કે, ગુજરાતની નહીં પરંતુ દેશની ફિલ્મ છે. આ ઉપરાંત RRR ફિલ્મના પ્રમોશન માટે કેવડીયા આવી પહોચેલા સાઉથ સુપર સ્ટારોએ ગુજરાતી ભોજનના પણ વખાણ કર્યા હતા.

Latest Stories