નર્મદા: સાગબારા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન,સરકારની નીતિઓનો વિરોધ

નર્મદા જીલ્લામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સાગબારામાં રેલીનું કરાયું આયોજન સરકારની વિવિધ નીતિઓનો કરાયો વિરોધ

New Update
નર્મદા: સાગબારા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન,સરકારની નીતિઓનો વિરોધ

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દે વિરોધ નોધાવવામાં આવ્યો હતો.

Advertisment

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે કૉંગેસ ના વાંસદાના ધારાસભ્ય અનંતપટેલ અને નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાની ઉપસ્થિતિમાં સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં વિસ્થાપિતોનો જે પ્રશ્ન છે, યુવાન બેરોજગારીના પ્રશ્નો છે, શિક્ષણના ઘણા પ્રશ્નો છે ત્યારે યુવાનોના પ્રશ્નો અને આદિવાસીઓના પ્રશ્નોનુ જો સરકાર વેહલીતકે નિરાકરણ નહિ લાવે છે આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ભાજપ સરકારની વિવિધ નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપ માત્ર આદિવાસીઓનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા

Advertisment