નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો
જળસપાટી 136.04 મીટરે પહોંચી હતી
ડેમમાં નવા નીરના વધામણા માટે કરાયો શણગાર
નર્મદા ડેમને સુંદર રોશનીનો કરાયો અદભૂત શણગાર
પૂર સંકટના વાદળો વિખેરાતા તંત્રે લીધો રાહતનો શ્વાસ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી 136.04 મીટર સુધી પહોંચી હતી. ઉપરવાસમાંથી પાણીની આવકના પરિણામે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા,અને પાણીના વધામણાં કરવા માટે ડેમને સુંદર લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે.
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 136.04 મીટર સુધી પહોંચી છે,ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધી છે. અને નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.
જોકે હાલમાં પુરનું સંકટ ટળ્યું છે,ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. જેમાં નર્મદાના વધામણાં કરવા રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે.તિરંગા લાઈટિંગથી સજ્જ ઓવરફ્લો ડેમનો નજારો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. રંગબેરંગી લાઈટ્સની સજાવટથી સરદાર સરોવર ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. ડેમનો આ નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ઉપરવાસમાંથી 5,90,995 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે, ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 136.04 મીટર સુધી પહોંચી હતી, જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં 4,46,379 ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈને નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો.જેના પરિણામે પૂર સંકટ ટળ્યું છે અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.