/connect-gujarat/media/post_banners/8692cdec3fc49132e23c34263c9c32de60de64b44ff0280c54f044840025220f.jpg)
રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
નર્મદા જિલ્લાના મુખ્ય મથક વિકાસથી વંચીત રહી જતા વેપારીઓ પણ હવે હિજરતનું વિચારી રહ્યા છે ત્યારે સ્થાનિક નગરજનોએ રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહજી અને મહારાણી રુક્મણીદેવીજીને કરતા મહારાણીજીએ દેશના પ્રધાનમંત્રીથી લઈને રેલવે મિનિસ્ટર અને રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિત રજુઆત કરી છે. કેવડિયાથી રાજપીપલા લાઈન જોડી અંકલેશ્વર સુધી દોડાવવા માંગ કરી છે અને જો આ ત્રણ શરૂ નહિ થાય તો સ્થાનિક વેપારીઓ રાજપીપળાથી હિજરત કરવાનું વિચારી રહ્યા હોય જો એમ બનશે તો રજવાડી નગરી ખતમ થઇ જશેની પરિસ્થિતિ પણ પોતાની રજુઆતમાં દર્શાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા ના વિકાસ વચ્ચે રાજપીપલા શહેર નો વિકાસ રૂંધાઇ રહ્યો છે. પહેલા રાજપીપલા નજીક કેવડિયા તરીકે ઓળખાતું હવે કેવડિયા થી રાજપીપલા ઓળખાય છે. ઉપરથી કેવડિયા જતા પ્રવાસીઓ માટે બાયપાસ રોડ બનતા હાલ જે પ્રવાસીઓ રાજપીપલાના માર્કેટમાં આવે છે ખરીદી કરે છે એ પણ નહિ કરે બરોબાર જતા રહેશે.