Connect Gujarat
ગુજરાત

નર્મદા : વલસાડ-ગીરમાં થતી કેરીથી ખેડૂતે ઊભી કરી આંબાવાડી, તો પણ થયું નુકશાન, જાણો કોણ વેરી બન્યું..!

નર્મદા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે પુનઃ આફત ઉભી થઇ છે.

X

નર્મદા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે પુનઃ આફત ઉભી થઇ છે.ભારે પવન ફૂંકાતા કેરીઓ ખરી પડતા કેરીના પાકને મોટું નુકશાન થયું છે. હાલ આંબાવાડીઓમાં કેરીઓ વેરણ છેરણ થઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કેરીનો પાક વલસાડ અને ગીર સોમનાથ બાજુ વધુ થતો હોય છે. પંરતુ એક પ્રયોગના ભાગરૂપે નર્મદા જિલ્લાના ખેડૂતોએ બાગાયત વિભાગની મદદથી આંબાવાડી ઊભી કરી હતી. નર્મદા જિલ્લામાં મુખ્ય ખેતી કેળા અને શેરડીની છે. આમ છતાં 50 હેક્ટરથી વધુ જમીનોમાં ખેડૂતોએ આંબાવાડી કરી છે. કારણ કે, ઘણી વાર કેળાના પાકમાં નુકશાન જાય, તો કેરીના પાકથી નુકશાન ભરપાઈ થઈ જાય તેવી આશાએ ખેડૂતોએ આ વર્ષે કેરીનો પાક લીધો હતો. પરંતુ ગત વર્ષે કોરોનામાં કેરીઓ વેચાઈ નહીં અને આ વર્ષે સારો ભાવ થવાની અપેક્ષા હતી, ત્યારે આ કેરીઓ વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવનના કારણે આંબેથી કેરીઓ ખરી પડતાં મોટું નુકશાન થયું છે.

નર્મદા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી 43થી 44 ડિગ્રી તાપમાન હતું, અને ગત સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવતા ચારે કોર પવનો ફૂંકાવા લાગ્યા છે. જેના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે પરિવર્તન જોવા મળ્યું છે. કાળા ડિબાંગ વાદળો છવાતાં લોકોને તો ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોને કેરીના પાકમાં વ્યાપક નુકશાન થયું છે. જે કેરીઓ 1 હજાર રૂપિયે 20 કિલો એટલે કે, એક મણ કેરીનું વેચાણ કરવાની અપેક્ષા હતી, એ જ કેરી વાવાઝોડાના કારણે કાચી પડી જતા 100 રૂપિયે 20 કિલો એક મણ કેરીનું વેચાણ પણ અશક્ય બન્યું છે. તેવામાં ખેડૂતોને આ કેરી મફતના ભાવે પણ વેંચવાની મજબૂરી આવી છે. જેથી ખેડૂતોના માથે મોટું સંકટ ઉભું થયું છે, ત્યારે બાગાયત વિભાગ સર્વે કરે અને સરકાર સહાય આપે તેવી ખેડૂતોએ અપેક્ષા રાખી છે.

Next Story