લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ઉંચુ મતદાન થાય એવા પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે
સમગ્ર ગુજરાત માં હાલ ગ્રામ પંચાયતો ની ચૂંટણી ના ફોર્મ ભરાય ચુક્યા છે નર્મદા જિલ્લો વિધાનસભા,લોકસભા કે ગ્રામ પંચાયતો ની ચૂંટણી સૌથી વધુ મતદાન માટે મોખરે રહ્યો છે. હાલ ડેડીયાપાડા તાલુકામાં મતદારો અને ઉમેદવારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ ખુબ સારો જોવા મળી રહ્યો છે.નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા આદિવાસી વિસ્તાર છે.આ આદિવાસી વિસ્તારમાંથી વિધાનસભા,લોકસભા કે પછી ગ્રામ પંચાયતની ચૂંટણી હોઈ ગુજરાતમાં સૌથી વધુ મતદાન આ વિસ્તારમાંથી થતું હોય છે.ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાને રાખી આ વખતે પણ વધુમાં વધુ મતદાન આ વિસ્તારમાંથી થાય તે પ્રમાણેના તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ડેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત છે જેમાં ડેડીયાપાડા અને ટિમ્બાપાડા આ બે ગામ આવે છે. જોકે ડેડીયાપાડા તાલુકાની 39 બેઠકો છે જેમાં સરપંચ માટે 189 ફોર્મ ભરાયા છે .જયારે સભ્યો માટે 1021 ફોર્મ ભરાયા છે કોઈ પણ ગ્રામ પંચાયત સમરસ થઈ નથી.