નર્મદા : ડેડિયાપાડાના ચોપડી-રીંગાપાદર ગામે ચાર કિમી સુધી પગપાળા ચાલી ચૂંટણી સ્ટાફે ફરજ નિષ્ઠા નિભાવી

અધિકારી અને કર્મચારીઓએ તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે ઉબડ ખાબડ રસ્તે અંદાજે ચાર કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બજાવી

New Update
  • નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતની યોજાઈ ચૂંટણી

  • ચૂંટણી સ્ટાફે ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

  • ચોપડી ગામનો અત્યંત બિસ્માર છે રસ્તો

  • ચાર કિમી પગપાળા ચાલીને સ્ટાફે નિભાવી ફરજ

  • ચૂંટણી સ્ટાફના ઉત્સાહને બિરદાવતા મતદારો     

નર્મદા જિલ્લાના કુલ 112 ગ્રામ પંચાયતો માટે સામાન્યવિભાજનમધ્યસત્ર તથા પેટા ચૂંટણીઓ માટે તારીખ 22મીના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન યોજાયું હતું.જોકે ચોપડી ગામના મતદાન મથક સુધી પહોંચવા માટે ચૂંટણી સ્ટાફે ચાર કિલોમીટર પગપાળા ખેડીને પોતાની ફરજ નિષ્ઠા નિભાવી હતી.

નર્મદા જિલ્લામાં દેડીયાપાડા તાલુકાની ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મતદાન મથક ચોપડી-02 પ્રાથમિક શાળારીંગાપાદર ખાતે તારીખ 21ના રોજ પ્રમુખ અધિકારી વસાવા અભેસિંગ પુનીયાભાઇમદદનીશ પ્રમુખ અધિકારી હિતેશ છોટુભાઇ રાઠોડ,મતદાન અધિકારી વિજય ચીમનભાઈ પરમારમહિલા મતદાન અધિકારી અંજના મોહનભાઇ વસાવાઅને ચોપડી પ્રાથમિક શાળાના પટાવાળા મુળજી દમણીયાભાઇનાઓની મતદાન સ્ટાફની ફરજ માટે નિમણૂક કરવામાં આવી હતી.

આ તમામ ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને સોંપેલ કામગીરી હેઠળ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી મતદાન માટેની તમામ સામગ્રી તથા મતદાન પેટી સાથે દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચોપડી ગામના મતદાન મથક ખાતે જવા માટે ફાળવેલા વાહનમાં રવાના થયા હતા. હાલ ચોમાસાની સિઝન હોવાથી રસ્તામાં વરસાદના કારણે આ મતદાન મથકના રસ્તે વાહન જઈ શકે તેમ ન હોવાથી તમામ અધિકારી અને કર્મચારીઓએ ગામ તરફ જવાના કાચા રસ્તેથી વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે ઉબડ ખાબડ રસ્તે અંદાજે ચાર કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બજાવી હતી.

મતદાનના દિવસે રવિવારે રાબેતા મુજબ તેઓએ ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ કરતા ગામના મતદારોએ પણ અધિકારીઓનો આ ઉત્સાહ જોઈ મતદાન કરવા પહોંચ્યા હતા. આમ લોકશાહી પર્વને જીવંત રાખી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન પ્રત્યેની ફરજ નિભાવી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 

Latest Stories