/connect-gujarat/media/post_banners/f77d933ee3ee2e99a6ad637dab5fb6e28d76e429f53cfa7d682b3c7a7b9055d7.jpg)
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગોરા ગામ ખાતે નર્મદા નદીના કિનારે એક ભવ્ય ધાટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ધાટ ઉપર વારાણસીની જેમ નર્મદા મૈયાની મહાઆરતી યોજવામાં આવશે. જોકે આ આરતીનો પ્રારંભ 30મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરના રોજ નર્મદા મૈયાની મહાઆરતીનો પ્રારંભ કરાવશે એવી શકયતાઓ વર્તાઇ રહી છે. સ્ટેચ્યું ઓફ યુનિટી પાસે ગોરા ખાતે નવા ધાટનુ નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં નર્મદા મૈયાની મહાઆરતી થશે. જોકે આ મહાઆરતીની ખાસિયત એ છે કે જે રીતે વારાણસીમાં માં ગંગાની જે રીતે આરતી કરવામાં આવે છે તે જ રીતે આ સ્થળે નર્મદા મૈયાની આરતી વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાશે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં ગંગા નદીના ઘાટ ખાતે થતી આરતીનું અનેરું મહત્વ છે અને ત્યારે તેવી જ રીતે સ્ટેચ્યું ઓફ યુનિટી પાસે ગોરા ખાતેના ઘાટનું ખાસ રીતે નિર્માણ કરવામાં આવ્યું છે અને શૂલપાણેશ્વર મંદિરના પૂજારીઓને ખાસ પ્રેક્ટિસ કરવાવામાં આવી છે. મહત્વનુ છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગોરા ગામ ખાતે નર્મદા નદીના કિનારે એક ભવ્ય ધાટનું નિર્માણ કાર્ય પુર્ણ થઈ ગયું છે અને આ ધાટ ઉપર વારાણસીની જેમ જ નર્મદા મૈયાની મહાઆરતી યોજવામાં આવશે, જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરના રોજ આ ધાટ ખાતે ઉપસ્થિત રહી મહાઆરતીનુ શુભારંભ કરાવે તેવી શક્યતાઓ જણાઇ રહી છે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી રહી છે.
આગામી 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં ભાગ લેવા આવે તેવી શક્યતા છે. ત્યારે તેઓની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાની મહાઆરતીનો પ્રારંભ કરવામાં આવશે, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા શૂલપાણેશ્વર ટ્રસ્ટના પુંજારીઓને વારાણસીના ધાટ દશાસોમ મેધ અને અસસી ધાટ ખાતે લઇ જવાયા હતા જયાં પુંજારીઓએ કઇ રીતે વારાણસીમાં ગંગા નદીના કિનારે મહાઆરતી થાય છે તેનુ નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે સૌથી વધુ આકર્ષણ નર્મદા ઘાટની આરતી છે. એટલે હાલ હાલ નર્મદા નદીના કિનારે આરતીની પ્રેકટીસ ભુદેવોની દેખરેખ હેઠળ દરરોજ સાંજે 7 કલાકે કરવામાં આવી રહી છે.