Connect Gujarat
ગુજરાત

નર્મદા : ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનું PM મોદીના હસ્તે લોકાર્પણ, એકતાનગરથી અમદાવાદ કરી શકાશે મુસાફરી…

અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પર્યટકો જઇ શકે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવ્યા હતા, ત્યારે એકતાનગર સ્ટેશનથી અમદાવાદ સુધી ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનું લોકાર્પણ કર્યું છે. જે ટ્રેન નોનસ્ટોપ અમદાવાદથી કેવડિયા એકતા નગર સુધી દોડશે.

અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પર્યટકો જઇ શકે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. જેમાં હેરિટેજ વારસા સાથે શણગારેલી વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેનને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયાથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. દર રવિવારે ઉપડનારી સ્ટીમ એન્જીન સાથેની હેરિટેજ ટ્રેનમાં 144 મુસાફરો બેસી શકશે, જ્યારે એક સાથે 28 મુસાફરો બેસીને જમી શકે તેવી ડાઇનિંગ ફેસિલિટી ટ્રેનમાં કરવામાં આવી છે. 4 કોચ સાથેની નાની ટ્રેનમાં જૂનું સ્ટીમ એન્જીન લગાવવામાં આવ્યું છે. આજે આ ટ્રેન કેવડિયાના એકતાનગર રેલ્વે સ્ટેશનથી ઉપડીને વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી, જ્યાં વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોમાં હેરિટેજ ટ્રેને અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

Next Story