Connect Gujarat
ગુજરાત

નર્મદા : આગામી આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે મિટિંગનું આયોજન, ધારાસભ્ય મહેશ વસાવાએ કાર્યક્રમની રૂપરેખા આપી

આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કેવડિયા ખાતે યોજાશે.

X

આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કેવડિયા ખાતે યોજાશે.

આગામી ડિસેમ્બરમાં રાજ્યની વિધાન સભાની ચૂંટણી આવતી હોય તમામ રાજકીય પક્ષોની નજર આદિવાસી પટ્ટીની બેઠકો પર છે. ત્યારે ભાજપ કોંગ્રેસ તમામ આ આદિવાસી પટ્ટી પર મહેનત કરી રહ્યા છે. ત્યારે વર્ષોથી આદિવાસી સમાજ માટે લડતા અને આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા દ્વારા આદિવાસી સમાજને ખોટા વચનોમાં ના ફસાય અને આદિવાસી સમાજને કોઈ છેતરી ના જાય એ માટે જાગૃતિ માટે એક આદિવાસી અધિકાર માટેની રેલીનું આયોજન કરનાર છે. એટલું જ નહિ આ વખતે વિશ્વ આદિવાસી દિવસ ની પણ ધામધૂમ થી તમામ તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જેની તૈયારીઓને BTPએ ચાલુ કરી છે.

ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી BTP દ્વારા તમામ તાલુકા મથકો પર યોજાશે સાથે ભીલીસ્તાન વિકાસ મોર્ચા દ્વારા આગામી 13 સપ્ટેમ્બર 22ના વિશ્વ આદિવસી અધિકાર દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરશે. રાજ્યમાં ત્રણ ઝોનમાંથી આદિવાસી અધિકાર યાત્રા નીકળશે. જેનું સમાપન કેવડિયા થશે. આ કાર્યક્રમોના આયોજનના ભાગ રૂપે BTP ના કાર્યાલય વાઇટહાઉસ ખાતે સભા મળી હતી અને જેમાં રાજ્યાના વિવિધ જિલ્લાઓમાંથી બીટીપીના આગેવાનો હોદેદારો હાજર રહ્યા હતા. જેમાં ધારાસભ્ય મહેશ વસાવાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

Next Story