MLA ચૈતર વસાવાની ધરપકડનો મામલો
વડોદરા સેન્ટ્રલ જેલમાં છે ચૈતર વસાવા
જિલ્લા કલેક્ટરને સમર્થકોએ પાઠવ્યું આવેદનપત્ર
ચૈતરને ખોટા કેસમાં ફસાવાયા હોવા અંગે આપ્યું આવેદન
ફરિયાદી અને પોલીસ સામે કાર્યવાહીની કરી માંગ
બે પત્ની સહિત મોટી સંખ્યામાં સમર્થકોએ કરી રજુઆત
નર્મદા જિલ્લાના રાજપીપળાની કલેકટર કચેરીએ આદિવાસી સમાજના આગેવાનો અને આપના કાર્યકરોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંલાબેન અને વર્ષાબેન સહિત, આપના આગેવાનો અને આદિવાસી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરેલી ધરપકડ બાદ આપણા કાર્યકરો અને આદિવાસી સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.અને ચૈતર વસાવાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેઓએ કરી રહ્યા છે.રાજપીપળાની કલેકટર કચેરીએ આદિવાસી સમાજના આગેવાનો અને આપના કાર્યકરોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંલાબેન અને વર્ષાબેન સહિત, આપના આગેવાનો અને આદિવાસી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ દરમિયાન ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરીએ ઘર્ષણ થયું હતું. જોકે પોલીસ સાથે બોલાચાલી બાદ કલેક્ટરની મંજૂરીથી આવેદન પત્ર આપવા માટે જવા દેવામાં આવ્યા હતા.
બીજી તરફ ફરિયાદી સંજય વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવા માફી માંગે તો કેસ પાછો લેવા તૈયાર છું.ત્યાર બાદ પણ ચૈતર વસાવાના સમર્થકોમાં અને આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
વધુમાં ચૈતર વસાવા સામે કેસ કરનારા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ તથા ચૈતર વસાવાના સમર્થકો દ્વારા માંગણી કરવામાં આવી હતી.