નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું કોઈને પણ ભાજપમાં જોડતા પહેલા પરામર્શ કરો..!

સાચાબોલાની છાપ ધરાવતા ભરૂચ જિલ્લા ભાજપના સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો સામે નારાજગી વ્યક્ત કરી છે.

New Update
નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું કોઈને પણ ભાજપમાં જોડતા પહેલા પરામર્શ કરો..!

સાચાબોલાની છાપ ધરાવતા ભરૂચ જિલ્લા ભાજપના સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો સામે નારાજગી વ્યક્ત કરી છે. જુઓ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા...

Advertisment

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલથી નારાજ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી હરેશ વસાવાના ભાજપમાં જોડાવા પર નિવેદન આપ્યું છે. હરેશ વસાવા નર્મદા જિલ્લાના રહેવાસી છે, અને તેમના ભાજપમાં જોડાવા અંગે મનસુખ વસાવાએ અગાઉ પણ કહ્યું હતું કે, જે લોકોને ભાજપમાં જોડાવું હોય તેઓને જોડો પણ એના પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે પરામર્શ કરો. અને જે કોઈપણ બીજી પાર્ટીમાંથી ભાજપમાં આવે તેને પહેલા 5 વર્ષ કાર્યકર્તા તરીકે કામ કરવા દો, અને ત્યારબાદ હોદ્દાઓ આપો. જોકે, હરેશ વસાવા ભાજપમાં જોડાયા તેનાથી સાંસદ મનસુખ વસાવા નારાજ નથી, પણ પરામર્શ કરીને જોડવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યુ હ

Advertisment