નર્મદા : મેઘમહેર થતાં SOU નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા

ચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે,

New Update
નર્મદા : મેઘમહેર થતાં SOU નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા

ચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, ત્યારે અહીં ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ વરસતા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ જંગલ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા મોટી સંખ્યામાં પ્રકૃતીપ્રેમીઓ સહિતના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભૂત હોય છે, અને તેમાં પણ ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુના સાતપુડાના પહાડો અતિ રમણીય લાગે છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના સમગ્ર વિસ્તારના દ્રશ્ય જોવાનો અદ્ભુભૂત લ્હાવો હોય છે, ત્યારે ભરપૂર વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં ડુંગરો લીલાછમ બની ગયા છે. તેવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ભારત જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે.

Latest Stories