Connect Gujarat
ગુજરાત

નર્મદા : ધરતી પરના ઝેરી વાતવરણના કારણે જ નાની ઉંમરે થઈ રહ્યા છે લોકોના મોત : રાજ્યમંત્રી

કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

X

પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ' કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

રાજપીપળા શહેરના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે "કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ"ના કાર્યક્રમમાં હાજર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારત દેશે અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે. પરંતુ આજે રાજ્યમાં વાયુ, પાણી કે, ધરતી પર ચારેય તરફ ઝેરી વાતાવરણ ઊભું થયું છે. જે આજથી 400 વર્ષ પહેલા ન હતું. પરંતુ પાણીમાં પણ હાલ કેમીકલ ભળી ગયું છે. ધરતીમાં કેમિકલ અને રાસાયણિક ખાતરના કારણે પણ જે ખેતરોમાં અનાજ પાકે છે, જેને ખાવાથી મનુષ્યમાં રોગ થવા માંડ્યા છે. અને તેના જ કારણે નાની ઉંમરમાં જ લોકોના મોત થઇ રહ્યા છે. વ્યક્તિ લાંબા ગાળે ગંભીર રોગનો ભોગ બને છે, જેને અટકાવવું અત્યંત જરૂરી બન્યું છે.

Next Story