નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની SOUમાં તિરાડો પડી હોવા અંગેની એક સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ કરી હતી. જે પોસ્ટને SOUના તંત્રએ રદિયો આપ્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરનાર સોશિયલ મીડિયા યુઝર્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર પોસ્ટ કરવામાં આવી હતી.જેમાં @RaGa4India નામના એકાઉન્ટ પરથી તારીખ 08/09/2024ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરૂ હો ગઈ હૈ નો દાવો કરાયો હતો.જે અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે SOU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે SOUના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અને સોશિયલ મીડિયા યુઝર્સ સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.