Connect Gujarat
ગુજરાત

નર્મદા: કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ હરસિધ્ધિ માતાના મંદિરે કર્યા દર્શન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પહોંચી હતી જતા રાહુલ ગાંધીએ હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા

X

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પહોંચી હતી જતા રાહુલ ગાંધીએ હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે ભારત જોડો યાત્રા આજે 9 માર્ચના રોજ નર્મદા જિલ્લામાં સવારે 10 વાગે પ્રવેશી હતી.રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા હોય જેને અનુસંધાને નર્મદા પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં હતી.યાત્રા દરમ્યાન રાહુલ ગાંધી ગાંધીચોકથી આંબેડકર ચોક સુધી 2 કી.મી.જેટલું ચાલ્યા હતા.બાદમાં તીર્થક્ષેત્ર હરસિધ્ધિ માતાના મંદીર દર્શન કર્યા હતા.બાદમાં વિવિધ વિસ્તારોમાં ફરી યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જવા રવાના થઈ હતી.યાત્રા દરમ્યાન કોંગ્રેસના અનેક દિગગજ નેતાઓ જોડાયા હતા

Next Story