નર્મદા : સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારા સાથે મનમોહક દ્રશ્યો સર્જાયા, પ્રવાસીઓની સંખ્યામાં વધારો

નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે.

New Update

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો

નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો

નવા નીરની આવકથી નર્મદા નદી છલોછલ છલકાતી થઈ

ઘેરા વાદળો વચ્ચે નર્મદા ડેમ ખાતે મનમોહક દ્રશ્યો સર્જાયા

આહ્લાદક અને મનમોહક દ્રશ્યો નિહાળવા પ્રવાસીઓનો ધસારો

નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. તો બીજી તરફપાવન સલીલા માઁ નર્મદા નવા નીરથી છલોછલ અને છલકાતી હોય અને ઘેરા વાદળો વચ્ચે મનમોહક દ્રશ્યો નિહાળવા પ્રવાસીઓ આકર્ષાય રહ્યા છે.

ઉપરવાસમાંથી 2,39,358 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. જેના કારણે વહેલી સવારે 6 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યાઅને બાદમાં પાણી આવક વધતાં બીજા 9 ગેટ ખોલવામાં આવ્યા છેઅને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય જેથી વધુ 3થી 4 ગેટ ખોલવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3.5 મીટર વધી છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 134.80 મીટર પર પહોંચી ગઈ હતી. જોકેઆ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા-ઘટાડવા નર્મદા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફરિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છેજ્યારે દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યોઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો સર્જાયા છે. જેને જોવા પ્રવાસીઓ આકર્ષાય છે.

એક બાજુ નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે.

Latest Stories