નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને SOU તંત્ર “સજ્જ”, તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે SOU તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

New Update
Advertisment

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની કરાશે ઉજવણી

Advertisment

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાશે ભવ્ય કાર્યક્રમ

ટેન્ટ સીટી-2માં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી

SOU તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર સજ્જ બન્યું

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છેત્યારે SOU તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છેત્યારે સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા 600થી વધુ સનદી અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. PM મોદીની તસવીર સાથે અનેક બેનરો લગાડવામાં આવ્યા છે. આ સાથે જ ટેન્ટ સીટી-2માં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. આવનાર દિવાળીના મિનિ વેકેશનમાં પ્રવાસીઓની સુરક્ષા પણ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

Latest Stories