Connect Gujarat
ગુજરાત

નર્મદા: દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિષર ઉભરાશે પ્રવાસીઓથી,જુઓ તંત્રની શું છે વિશેષ વ્યવસ્થા

દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે

X

દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે ત્યારે અત્યારથી જ સ્ટેચ્યું ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રવાસન સ્થળોનું બુકિંગ ફૂલ થઈ ગયું છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવ્યા બાદ હવે દેશ અને વિદેશ ના પ્રવાસીઓમાટે SOU હોટફેવરિટ બન્યું છે હવે પ્રવસીઓ અન્ય જગ્યાએ જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે.નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ થઈ ગયું છે.નર્મદાના કેવડિયા પ્રવાસન સ્થળ પર દિવાળીની રજાઓમાં પ્રવસીઓનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ ફુલ થઇ ગઈ છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનાવાયેલ જંગલ સફારી,ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ 17 પ્રોજેક્ટો પણ 6 નવેમ્બર સુધી પ્રવાસીઓએ બુક કરાવી દીધા છે. તંત્ર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓમાટે અનેક પ્રકાર ની સુવિધાઓ પણ વધારી દેવામાં આવી છે ત્યારે કોરોના કાળ બાદ પ્રથમ વખત દિવાળી વેકેશનમાં પ્રવાસીઓથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભરાશે

Next Story