Connect Gujarat
ગુજરાત

નર્મદા: તા.28 ઓક્ટોબરથી 1લી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે જાણો કારણ

રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બને તવું લાગી રહ્યું છે. આ દિવસે PM ગુજરાત આવશે

X

તારીખ 30 અને 31 ઓક્ટોબરે PM મોદી નર્મદા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજર રહેવાના હોવાથી સુરક્ષા-પ્રોટોકોલના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ટિકિટોનું બુકિંગ બંધ રાખવામા આવ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બને તવું લાગી રહ્યું છે. આ દિવસે PM ગુજરાત આવશે અને નર્મદા ખાતે સરદાર પટેલની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વ ઉજવણીમાં ભાગ લેશે.વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પો અને યોજનાઓનું ખાતમૂહૂર્ત કરે તેવું મનાઈ રહ્યું છે.પી.એમ.મોદીની બે દીવાસની મુલાકાતને લઈ 5 દિવસ સ્ટેચ્યું ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોટોકોલના કારણે તારીખ 28 ઓક્ટોબરથી 1લી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ટિકિટનું બુકિંગ બંધ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

Next Story
Share it