રાજપીપળા શહેરમાં ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા માટે સ્વિમિંગપુલ તૈયાર કરવામાં આવ્યો, તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લે તે હેતુસર આ સ્વિમિંગ પુલ શરૂ કરાયો...
રાજપીપળા ખાતે અત્યાધુનિક અને વિશાળ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે.નર્મદા જિલ્લામાં મોટા રિસોર્ટ કે વોટર પાર્ક નથી ત્યારે શૈક્ષણીક સત્ર પૂરું થતા ઉનાળા વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતો ન રમતા સ્વીમીંગ તરફ વળ્યા છે. જેને કારણે રાજપીપળાના સ્વિમિંગ પુલમાં મોટેરાથી માડી બાળકોની ભીડજામી રહી છે.આ સ્વીમીંગ પુલનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે કરવામાં આવ્યું છે. રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવે છે.
રાજપીપળા શહેરમાં એક આ સુવિધા ગ્રામજનોને મળી રહે રાજપીપલાના તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જઇ શકે તે હેતુસર સ્વિમિંગ પુલ ચલાવી રહ્યા છે. ઉનાળામાં બાળકો અને ખેલ મહાકુંભના ખેલાડીઓ દ્વારા સ્વિમિંગ પુલનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે અને રાજપીપળા ખાતે સ્વીમીંગની તમામ સ્ટાઈલ શીખવાડવામાં પણ આવે છે.