નર્મદા : રાજપીપળામાં ભુર્ગભ ગટર યોજનાની કામગીરીનું સાંસદની હાજરીમાં ટેસ્ટીંગ

આઝાદી બાદ પ્રથમ વખત ભૂગર્ભ યોજનાનો થશે લાભ, રાજપીપળા પાલિકા દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું, ભરુચ સાંસદ દ્વારા સ્થળ ચકાસણી કરાઇ

New Update
નર્મદા : રાજપીપળામાં ભુર્ગભ ગટર યોજનાની કામગીરીનું સાંસદની હાજરીમાં ટેસ્ટીંગ

દેશ આઝાદ થયાને કેટલાય વર્ષો વીતી ગયા પરંતુ હજુ પણ કેટલાક શહેરો કેટલીક યોજનાઓથી વંચિત હતા જેમાં એક રાજપીપળા શહેર પણ હતું પણ ઘણા વર્ષો બાદ રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાઓ લાભ સ્થાનિક લોકોને મળ્યો છે જેનું સ્થળ નિરક્ષણ ભરુચ સાંસદ અને પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું .

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરને આટલા વર્ષોમાં પ્રથમ વખત ભૂગર્ભ યોજનાનો લાભ થવા રહ્યો છે, હાલ 75 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. શહેરની મુખ્ય લાઈનો વહેલી તકે કાર્યાન્વિત થાય એ માટે રાજપીપળા પાલિકા દ્વારા ટેસ્ટિંગ કરાયું હતું. જેથી કેવું કામ થયું કોઈ ક્ષતિ નથી રહી ને અને કેવી રીતે કનેક્શન આપવામાં આવશે. કેટલા ફોર્સથી પાણી જશે જે તમામ બાબતોની ચકાસણી કરવા માટે પાલિક પ્રમુખ સાથે ભરૂચ સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા.પાલિકાના વોટર ટેન્કર દ્વારા પાણી ભૂગર્ભ ગટર લાઈનમાં છોડવામાં આવ્યું અને પાણી એક કુંડીમાંથી બીજી કુંડીમાં કેટલું વહેતુ થાય તેમ કામગીરીનું પરીક્ષણ કરાયું હતું. સાંસદે કુંડીમાં પ્લાસ્ટર કર્યું છે કે નહિ તે તમામ બાબતની ચકાસણી કરી હતી. અને જણાવ્યું હતું કે રાજપીપળાની આ પ્રથમ ભૂગર્ભ ગટર લાઈન છે.

રાજપીપળામાં ફેઝ 1 અને ફેઝ 2માં ભૂગર્ભ ગટરલાઇનનું 75 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. એટલે ઘર સાથે મુખ્ય લાઈનનું કનેકશન ચાલશે જેનો એક ઘરનો કનેકશનનો ખર્ચ 7 હજાર રૂપિયા જેટલો થાય છે. પરંતુ પાલિકાએ સરકારમાં દરખાસ્ત મૂકી છે તે તમામ નગરજનોને આ ખર્ચ ઉઠાવવાનો વારો ન આવે જે સરકાર ઉઠાવશે. હવે આ ભૂગર્ભલાઈ કેટલી સફળ થાય છે એતો આગામી સમય જ બતાવશે.

Latest Stories