Connect Gujarat
ગુજરાત

નર્મદા : દેશના ગામડાઓમાં વીજળી પહોચાડવાનું કામ વડાપ્રધાને કર્યું છે : ડો. અનિલ જૈન

નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન હોલ ખાતે ભાજપ કિશાન મોરચાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી.

X

નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન હોલ ખાતે ભાજપ કિશાન મોરચાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી ખાસ ઉપસ્તિથ રહ્યા હતા.

રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાયેલ નર્મદા જિલ્લા કિશાન મોરચાની કારોબારી બેઠકમાં ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલ જૈન અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા ખાસ ઉપસ્તિથ રહ્યા હતા. કિસાન મોરચાની કારોબારી દરમ્યાન કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની યોજનાઓ વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી. મહિલા ખેડૂતોના જનધન યોજના હેઠળ 500થી 1000 રૂપિયા સુધી જમા કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કિસાન સૂર્યોદય યોજના દ્વારા વીજળી આપવા આવી રહી છે, ત્યારે રાજ્યમાં જ નહીં પણ સમગ્ર દેશના ગામડાઓમાં વીજળી પહોંચાડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માધ્યમથી થઈ રહ્યું છે. આવી અનેક યોજનાઓને લઈને આવનારા સમયમાં કિસાન મોરચાના કાર્યકર્તાઓ સુધી વાત પહોંચાડવામાં આવશે. સાથે જ પંજાબમાં જે રીતે વડાપ્રધાનના કાફલાને રોકવામાં આવ્યો હતો, તે બાબતને નર્મદા જિલ્લા ભાજપે સખત ભાષામાં વખોડી કાઢી હતી. સાથે જ પંજાબના મુખ્યમંત્રીના રાજીનામાની પણ માંગ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી હતી.

Next Story