/connect-gujarat/media/post_banners/fb4abba68602a742a8be530ed26ddfc346b75a91e47ce6385c86160bfed6da82.jpg)
ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ચોરી કરેલ કુલ ૮ મોટર સાઇકલ કિ.રૂ. ૩,૪૦,000/- ના મુદ્દામાલ સાથે નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકના ગોપાલપુરા ચોકડી પાસે નાકાબંધી કરતા મધ્યપ્રદેશના કુલ 2 વ્યક્તિને રાજપીપલા વડીયા ગામ ખાતેથી ચોરી કરેલી હોન્ડા સાઇન મોટર સાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યાહતા .તેઓની વધુ પુછપરછ કરતા છેલ્લા ઘણા સમયથી તેઓની સાથે અન્ય 3 વ્યક્તિની ટોળકી સંડોવાયેલ છે તેમ જણાવ્યુ હતું. તેમણે ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાંથી મોટર સાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ કેટલાક જીલ્લાઓમાંથી ચોરી થયેલ કુલ ૮ મોટર સાઇકલ કબજે કરવામાં આવી છે.આ ટોળકી મોટર સાઇકલ ચોરી કરી મધ્ય પ્રદેશ ખાતે જઇ આ તમામ મોટર સાઇકલો આરોપી સુરભાઇ અનારે તથા ધર્મેન્દ્રભાઇ દેવકાને વેચવાનું કામ કરતા હતા. આ મોટર સાઇકલો રૂપિયા ૫.૦૦૦/- થી ૧૦,૦૦૦/- સુધીની કિંમતમાં વેચતા હતા.જોકે નર્મદા એલસીબી પોલીસ મધ્યપ્રદેશના ધિલવાની ગામમાં પહોંચી બે આરોપીને ઝડપી પાડયા છે અને અન્ય 3 આરોપીની શોધખોળ અંગે તજવીજ હાથ ધરી છે.