Connect Gujarat
ગુજરાત

નર્મદા: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેકટની લીધી મુલાકાત

X

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેવડીયા ખાતે વિવિધ પ્રોજેકટની મુલાકાત લીધી હતી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની 31 ઓગસ્ટની ટેન્ટસિટી ખાતે યોજાનાર કોન્ફરન્સ માટે કેવડિયા ખાતે પહોંચ્યા હતા. તેઓએ કેવડિયા ખાતે પહોંચ્યા બાદ રેડીયો સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યારબાદ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની મુલાકાત લીધી ત્યાં ગાઈડ ને કહ્યું હતું કે ગુજરાતી આવડે છે તો ગુજરાતીમાં વાત કરો.સ્મૃતિ ઈરાની અને મંત્રી વિભાવરી દવેએ ગામડામાં વર્ષો જૂની માખણ કાઢવાની જે પરંપરા હતી તે રીતે ન્યુટ્રીશન પાર્કમાં મુકેલ રમત માં પણ ભાગ લીધો ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નિહાળ્યો હતો.સ્મૃતિ ઈરાનીએ સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઇલેક્ટ્રિક વેહિકલમાં મુસાફરી પણ કરી હતી.

Next Story
Share it