Connect Gujarat
ગુજરાત

નર્મદા: PM મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિકાસના વિવિધ કાર્યોનું કરાશે લોકાર્પણ,તડામાર તૈયારીઓ શરૂ

તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તારીખ 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે

તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે ત્યારે એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો રૂપીયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે જેને લઇને સ્થાનિક તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધી 22 પ્રોજેક્ટો છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણીના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ થઈ રહ્યો છે. ગ્રીન ઈનિશિયેટિવ હેઠળ વડાપ્રધાન 30 ઇ-બસો અને 210 પબ્લિક બાઇક શેરિંગના લોન્ચ સહિત પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રૂ.100 કરોડના ખર્ચે એકતાનગર ખાતે મુલાકાતીઓ માટે વિઝિટર સેન્ટર પણ બનાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે રૂ.7.5 કરોડના ખર્ચે ફ્રિસ્કિંગ બૂથ સાથે વૉક-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટોને આગામી 31 ઓકટોબરના રોજ ખુલ્લા મૂકવામાં આવશે

Next Story