નર્મદા : ઉર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવનિર્મિત વિવિધ કચેરીઓનું લોકાર્પણ કરાયું

નર્મદા જીલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવ નિર્મિત વિભાગીય કચેરી રાજપીપળા, પેટા વિભાગીય કચેરી રાજપીપલા-૧ અને પેટા વિભાગીય કચેરી રાજપીપલા-૨નું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજપીપળાના જૂના પાવર હાઉસ ખાતે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલના વરદ હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવ નિર્મિત વિભાગીય કચેરી રાજપીપળા, પેટા વિભાગીય કચેરી રાજપીપલા-૧ અને પેટા વિભાગીય કચેરી રાજપીપલા-૨નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત રાજપીપળા વિભાગીય કચેરીમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ નાંદોદ, ગરુડેશ્વર, ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડા તથા ઝઘડીયા તાલુકાના એમ કુલ મળીને ૭૨૩ ગામોના ૧૪૫૨૪૭ ગ્રાહકોને સારી સુવિધા મળશે. જેમાં રહેઠાણના ૧૨૩૬૯૭, વાણિજ્યકના ૭૦૯૮, ભારે દબાણના ૧૪૮, એસ.ટી. ગ્રાહક ૫૮, વારિગૃહના ૩૬૨૯ તથા ખેતીવાડીના ૧૮૬૪૭ ગ્રાહકોને આ નવનિર્મિત કચેરી બનવાથી લોકોને ૨૪ કલાક વીજળીની સુવિધા તથા અનેક મોટા ફાયદાઓ થશે તથા ગ્રાહકોને પડતી અનેક મુશ્કેલીઓનું નિરાકરણ થશે, ત્યારે આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રભારી મંત્રી બચુ ખાબડ, સાંસદ ગીતા રાઠવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષા વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, ડી.જી.વી.સી.એલ. એમડી અરવિંદ વિજીયન તથા ડી.જી.વી.સી.એલ. ચીફ ઓફિસર જે.પી.તન્ના, અધિકારીગણ તથા મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.