નર્મદા: મહિલાઓ આધુનિક રેંટિયો ચલાવી બનશે પગભર !

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિસ્તારના લોકોને રોજગારી માટેની સરકાર દ્વારા વધુ તકો દીન પ્રતિદિન વધારવામાં આવી છે

New Update
નર્મદા: મહિલાઓ આધુનિક રેંટિયો ચલાવી બનશે પગભર !

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના લોકોને રોજગારી મળી રહે એ માટે 50 જેટલી મહિલાઓને આધુનિક રેંટિયો ચલાવવાની અને ખાદી કાંતવાની તાલીમ આપવામાં આવી રહી છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિસ્તારના લોકોને રોજગારી માટેની સરકાર દ્વારા વધુ તકો દીન પ્રતિદિન વધારવામાં આવી છે. તાજેતરમાં ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા કેવડિયા વિસ્તારની 50 જેટલી મહિલાઓને આધુનિક રેંટિયો ચલાવવાની અને ખાદી કાંતવાની તાલીમ ખાસ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. ખાદી બનાવી જેમાં વિવિધ વેરાયટીની પણ તાલીમ આપવામાં આવશે અને તમામ બહેનોને આ રેંટિયો સ્વરોજગાર માટે અપાશે એટલે મહિલાઓ જાતે ખાદી કાંતીને કાપડ બનાવી વિવિધ વસ્તુઓ બનાવી એકતા મોલ પર વેચાણ માટે મુકવામાં આવશે. ખાદી અને ગ્રામઉદ્યોગની 680મી બેઠક કેવડિયા કોલોની ખાતે ગત 23જુલાઈના રોજ યોજાઈ હતી જેમાં કેવડિયા વિસ્તારના લોકોને રોજગારી આપવા પર ભાર મુકવામાં આવ્યો છે.

Latest Stories