Connect Gujarat
ગુજરાત

નર્મદા : એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ યોજાઇ, કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની વિશેષ ઉપસ્થિત

જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ અંતર્ગત કેન્દ્ર સરકારના 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે,

X

નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ડૉ. મહેન્દ્ર મુંજપરા અને કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં સરકારના 8 વર્ષની સફળતાના ભાગરૂપે ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટનું આયોજન કરાયું

નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ અંતર્ગત કેન્દ્ર સરકારના 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે,તે અંતર્ગત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમલી યોજનાઓ ગુજરાતમાં થઇ રહેલી કામગીરીની અને તેમાં પણ ખાસ કરીને એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટમાં થઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં હાલમાં મહીલાઓ અને બાળકો માટેનાઅ ગુજરાત સરકાર દ્વારા અમલી કરાયેલા વિવિધ પ્રોજેકટ અને આયામો અંગેના પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત ચિતાર આપવામાં આવેલ હતો,સાથો સાથ આંગણવાડીની નવતર પહેલ જેવી કે, પા-પા પગલી અને ઉંબરે આંગણવાડીના થકી ખાનગી શાળાઓમાં દાખલ થયેલા બાળકો અને સરકારી અધિકારીઓના બાળકો પણ આંગણવાડીમાં પ્રવેશ લઇ રહ્યા છે તેની પાછળના કારણો દર્શાવતા નર્મદા જિલ્લાની આ વિશેષ ઉપલબ્ધીને કેન્દ્રીય મંત્રીઓએ બિરદાવી હતી.

Next Story