નવસારી : સતત 5 દિવસ ભારે પવન ફૂકાવવાની આગાહીના પગલે મહત્વના 2 બીચ સહેલાણીઓ માટે બંધ..!

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફુકાવવાની આગાહી કરવામાં આવી છે.

નવસારી : સતત 5 દિવસ ભારે પવન ફૂકાવવાની આગાહીના પગલે મહત્વના 2 બીચ સહેલાણીઓ માટે બંધ..!
New Update

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી અનુસાર તા. 29 મેથી 2 જૂન સુધી ભારે પવન ફૂકાવવાની આગાહીના પગલે નવસારી જિલ્લાના 2 બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફુકાવવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે, અને નવસારીમાં આવેલા 2 મહત્વના બીચ દાંડી અને ઉમરાઠ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી. દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો, અને ભારે પવન પણ ફુકાઈ રહ્યો છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બન્ને બીચ બંધ કરી દેવાની ફરજ પડી છે, અને હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ પર ન જાય, તે માટે પરિસ્થિતિ પર નવસારી જિલ્લા વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.

#Gujarat #CGNews #Navsari #Forecast #closed #beaches #2 important beaches
Here are a few more articles:
Read the Next Article