નવસારી: ચીખલીમાં પેટ્રોલપંપ પર કર્મચારીને ઢોર માર મારનાર 4 આરોપીની ધરપકડ, CCTVના આધારે આરોપીઓ ઝડપાયા

પેટ્રોલપંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવના બનાવમાં પોલીસે પુણે મહારાષ્ટ્રના ચાર જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

New Update
નવસારી: ચીખલીમાં પેટ્રોલપંપ પર કર્મચારીને ઢોર માર મારનાર 4 આરોપીની ધરપકડ, CCTVના આધારે આરોપીઓ ઝડપાયા

નવસારીના ચીખલીમાં પેટ્રોલપંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવના બનાવમાં પોલીસે પુણે મહારાષ્ટ્રના ચાર જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

નવસારી ચીખલી નજીક થાલા નેશનલ હાઇવે પર આવેલા પરમ પેટ્રોલિયમ પર બે-ત્રણ દિવસ પૂર્વે સીએનજી ગેસ પુરાવવા આવેલી મારુતિ આર્ટિગા કાર નં:એમએચ-૧૪-ઇસી-૦૭૬૭માં આવેલા શખ્સોને પેટ્રોલ પંપ કર્મચારીએ ગાડીમાં ગેસ ભરાયએ માટે નીચે ઉતરવા માટેની અપીલ કરી હતી પરંતુ ગાડીમાં બેઠેલા ઈસમો દ્વારા નીચેના ઉતર્યા હતા ત્યારબાદ પેટ્રોલ પંપ સંચાલકે ગાડીમાં બેઠેલા મુસાફરોને અપશબ્દ બોલતા મામલો વિચકારો હતો અને ગાડીમાં બેઠેલા ચાર અક્ષય પેટ્રોલ પંપની બાજુમાં મુકેલ પીવીસીના પાઇપ વડે પેટ્રોલ પંપના સંચાલક ઉપર હુમલો કરી દીધો હતો.મારામારીના દ્રશ્યો નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે જેના આધારે પોલીસે પેટ્રોલ પંપ સંચાલકોની ફરિયાદ લઈ અને આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી હતી અને નવસારીથી મહારાષ્ટ્રના પુણે સુધી આ મારામારીના તાર જોડાતા પોલીસે ત્યાં ટીમ મોકલી અને ચાર શખ્સોની ધરપકડ કરી છે.

Latest Stories